અમારી પ્રેરણા અરવિંદભાઇ એટલે લોકોપયોગી કાર્ય માટે આયુષ્યની પળેપળનો ઉપયોગ કરનાર માનવી. સમયની ચોક્કસતા, ચારિત્ર્યની શુદ્ધતા, શિસ્તની ચુસ્તતા, અસાધારણ યાદશક્તિ, અતૂટ ધ્યેયનિષ્ઠા, મૂલ્યો પ્રત્યે વફાદારી, નૈષ્ઠિક કર્તૃત્વ અને નિર્ભીક નેતૃત્વ જેવા અનેક ગુણોનો વિરલ સમન્વય.

વધારે જાણો

સમાજમાં થતી સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓના વિકાસ માટે શક્ય એટલો પ્રયાસ કરવો.

વધારે જાણો
/

ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટ

૨૪-૨૫/૧૨/૨૦૨૨

૧૦:૦૦ થી ૧૬:૦૦

કાઠિયાવાડ જીમખાના

ગુજરાત ના લોકો ની ચેસ ની રમત માટે ની દિલ્ચસ્પિ વધારવા માટે દર વર્ષે ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ગુજરાતની વિવિધ જગ્યાએથી ખેલાડીઓ આવી તેમની બુદ્ધિમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે . સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. તેને ત્રણ ગ્રુપમાં યોજવામાં આવી - ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ - ૨૦૨૨ (અરવિંદભાઇ મણીઆર ટ્રોફી), અંડર - ૧૫ અને અંડર - ૧૧ ચેસ ટુર્નામેન્ટ - ૨૦૨૨ (પી. પ્રભુદાસ ઓપન રાજકોટ બોયઝ ટ્રોફી), લેડીસ ચેસ ટુર્નામેન્ટ - ૨૦૨૨ (જયંતીલાલ દોશી લેડીઝ ટ્રોફી)

ચીફ ગેસ્ટ-

શ્રી વજુભાઈ વાળા

મુખ્ય અતિથિ:-

શ્રી રામભાઈ મોકરિયા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી કલ્પકભાઈ મણીઆર, શ્રી શ્રી રમેશભાઈ ટીલારા, શ્રી જીમ્મીભાઈ દક્ષિણી, શ્રી ઉદયભાઈ કાનગઢ, શ્રી વલ્લભભાઈ કથીરિયા, શ્રી પ્રદીપભાઈ ડવ, શ્રી અજીતભાઈ દોશી

દૃષ્ટિકોણ

Vision

"राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम ।"

સર્વસ્વ રાષ્ટ્રને સમર્પિત, આ બધું રાષ્ટ્રનું જ છે, મારું કંઈ જ નથી.

- પ. પૂ. ગુરુજી

મિશન

Mission
Mission

         સદ્ગત અરવિંદભાઇ મણીઆરના જીવનનો દૃષ્ટિકોણ “હું અને મારું" છોડીને "તું પણ મારો ભાઇ" હતો. એમના દુઃખદ-અકાળ અવસાન પછી એમના સહકાર્યકરો દ્વારા ‘શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ની સ્થાપના ૧૯૮૩માં કરવામાં આવી છે. જનકલ્યાણના અનેક કાર્યો આ ટ્રસ્ટ દ્વારા થઇ રહ્યા છે અને હજુ વ્યાપકરૂપે અનેક પ્રકલ્પો કાર્યાન્વિત કરવાના છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ।।
-શ્રીમદ્ ભગવદ્ ગીતા. 2/47

કર્તવ્યકર્મ કરવામાં જ તારો અધિકાર છે, આથી તું કર્મફળની ઇચ્છાવાળો પણ ના બનીશ અને તારી અકર્મણ્યતામાં પણ આસક્તિ ન થાઓ.

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चित् दुर्गतिं तात गच्छति ।।
-શ્રીમદ્ ભગવદ્ ગીતા. 6/40

હે પાર્થ ! એ પુરુષનો ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં વિનાશ થાય છે; કેમ કે હે પ્યારે ! કલ્યાણકારી કામ કરવાવાળો કોઇ પણ મનુષ્ય દુર્ગતિએ જતો નથી. ભગવદગીતા

Arvindbhai Maniar

શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

         અરવિંદભાઈનો જન્મ રાજકોટમાં તા. ૦૫/૧૦/૧૯૩૩ના દિવસે થયો હતો. પિતા રતિલાલ મણીઆર અને દાદા અભેચંદ મણીઆર આજ થી સો વર્ષ પહેલાં વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હતા. બ્રિટીશ એજન્સીના પબ્લિક પ્રોસીક્યુટર તરીકે અભેચંદભાઈ મણીઆરે કામ કરેલું. અરવિંદભાઇ અભ્યાસમાં તેજસ્વી હતા. શિક્ષણની સાથે એ કાળે કેળવણીને પણ એટલું જ મહત્વ આપવામાં આવતું હતું. ખેલકૂદ, વાચન, સમૂહજીવન, નિયમિત સ્વાધ્યાય, સફાઈ, ઇત્યાદિ ગુણો અરવિંદભાઈમાં વિદ્યાર્થીકાળથી ઉતર્યા, જેણે આગળ જતાં એક પ્રતિભાસંપન્ન વ્યક્તિનું નિર્માણ કર્યું.

         જાહેરજીવન, સંસ્કારસિંચન, નવી પેઢીને તૈયાર કરવાની, રાષ્ટ્રીય ઘડતરની પ્રવૃત્તિઓ એમને પ્રિય હતી. રાજકોટની વ્યાયામશાળાઓ તેમણે અદ્યતન બનાવી. મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલિત લાયબ્રેરી શહેરમાં હતી. પરંતુ જયપ્રકાશ નારાયણના પત્ની પ્રભાવતીદેવીના નામ સાથે જોડાયેલી મોબાઈલ લાઈબ્રેરી તેમણે રાજકોટમાં શરૂ કરાવી. ૧૯૭૯માં આ મોબાઇલ લાઈબ્રેરીના ઉદઘાટન માટે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ આવેલા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે સાહિત્યના કાર્યક્રમો યોજાતા થયા. આવા એક કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ લેખક-વિવેચક સુરેશ જોશી આવેલા. કોર્પોરેટરો પોતાના વોર્ડમાં પગપાળા ફરે એ પ્રથા હતી, જેને અરવિંદભાઈએ વ્યાપક બનાવી. સત્તાપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો દર અઠવાડિયે તેમના વોર્ડના ચોક્કસ વિસ્તારોની મુલાકાત લે. પ્રજાના પ્રશ્નો અને વોર્ડની સમસ્યાઓ જાણે અને કોર્પોરેશનના અધિકારીઓ તેનો ઉકેલ લાવે. તંત્ર પાસેથી કામ લેવાની તેમનામાં આગવી હથોટી હતી.

શતમ્ આયુર્વેદિક કોવીડ કેર સેન્ટર:

૨૬૨એડમીટ

૨૫૭સાજા

૦૦૪અન્ય હોસ્પીટલમાં ટ્રાન્સફર

પુનાભાગત કેમ્પ :

૦૬૮વખત યોજાયેલ છે.

જેમાં દરેક કેમ્પમાં ૧૮૦-૨૨૦ જેટલી સંખ્યામાં લોકો લાભ લે છે.

કોરોના માં મદદ :

કોરોના માં ૨૬૨ પરિવારો ને વિવિધ રીતે તથા તેમની જરૂરિયાત મુજબ મદદ

fighting nazca boobies
otovalo waterfall
pelican