<   ભોજન સહાય :

ઉનાળું છાસ કેંદ્ર

         શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગથી અને ફ્રીડમ યુવા ગ્રુપ સંચાલીત “ઉનાળુ છાસ કેંદ્ર” ની શરુઆત કરવામાં આવી, જેમાં દર વર્ષે એપ્રિલ/મે મહિનામાં ૧ મહિના સુધી પછાત વિસ્તારના કુટુંબોને છાસ વિતરણ કરવામાં આવે છે. લગભગ ૧૩૦ થી ૧૫૦ કુટુંબને ૧ લી. છાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર ટ્રસ્ટ અને શારદામણી મંડળને પણ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે સહયોગ આપવામાં આવે છે.


મહાવીર સદાવ્રત કેંદ્ર

         ભારતીય સંસ્કૃતિમાં અન્નદાનનો મહિમા સદીઓથી વણાયો છે. સમયાંતરે તેનું સ્વરૂપ બદલતું રહે છે. ગુજરાતના ‘અન્નક્ષેત્રો’ અને પંજાબના ‘લંગર' રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે. અન્નદાનને કેન્દ્રમાં રાખીને અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર અને બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાવીર સદાવ્રત કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે.

         જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની પ્રેરણાથી કલ્પકભાઈ મણીઆરે મહાવીર સદાવ્રત કેંદ્રના નામથી રાજકોટમાં અન્નક્ષેત્ર શરુ કર્યું હતું, પરંતુ તેમાં સંતોષ ન થતા તા. ૨૯.૦૫.૨૦૦૪ ના દિવસથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મહાવીર સદાવ્રત કેન્દ્રના નામ થી અન્નક્ષેત્ર શરુ કર્યું. અત્યારસુધીમાં અસંખ્ય લોકોએ અન્નક્ષેત્રનો લાભ લીધો છે. દરરોજ સમાજના જરૂરતમંદ લોકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ કાર્ય માટે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના જયંતભાઈ ધોળકીયા, જગદીશભાઈ જોશી નિયમિત કેન્દ્રની મુલાકાત લેતા રહે છે.

         આ કાર્યક્રમાં ઘણા ધર્મપ્રેમીઓ પ્રસાદ કે રોકડ સ્વરૂપમાં ભેટ, દાન આપવાની ઈચ્છા ધરાવતા હોય તો તેની પણ યોજના કરવામાં આવી છે. કોઈ સ્વજન પાછળ કે અન્ય ઈચ્છા મુજબની કાયમી તિથિ પણ ટ્રસ્ટમાં નોંધવામાં આવે છે. ટ્રસ્ટને મળતું દાન આવકવેરાના કાયદા મુજબ આવકવેરા મુક્તિ મેળવવા પાત્ર છે. રોકડ અથવા ચેકથી શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના નામનો ચેક આપવો.

         આ કાયમી સેવાજ્યોતને ઝળહળતી રાખવા માટે બંને સંસ્થાના હોદ્દેદારો, સ્વયંસેવકો તથા મહિલા મંડળના બહેનો સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ઉપરોક્ત અન્નક્ષેત્ર વિનામૂલ્યે ચલાવવામાં આવે છે.


સંપર્ક સ્થળ
શ્રી મહાવીર સદાવ્રત કેંદ્ર (અન્નક્ષેત્ર),
૯/૮ લક્ષ્મીવાડી, બોલબાલા મંદિર – રાજકોટ, ફોન નં. ૨૨૩૭૦૦૦


ટ્રસ્ટની પ્રવૃતિમાં સહભાગી થવા કે દાન આપવા માટે નીચે જણાવેલ સ્થળોએ કાર્યકરોનો સંપર્ક સાધવો.

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ
૯૪૦૯૭ ૧૭૦૦૦

અરવિંદભાઈ મણીઆર એન્ડ કં.
(૦૨૮૧) ૨૪૪૫૭૦૦, ૨૪૪૫૮૦૦