< કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે :
રોટરી ડોલ્સ મ્યુઝિયમ
←











→
'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' દ્વારા સંચાલિત અને લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટનું રોટરી ડોલ્સ મ્યુઝિયમ ગુજરાતના ગૌરવ સમાન છે. સમગ્ર ભારતમાં આ પ્રકારના ફક્ત બે જ મ્યુઝિયમ છે, તે પૈકી એક દિલ્હી અને બીજું રાજકોટમાં છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ડોલ્સ મ્યુઝિયમનો શુભારંભ તા.૨૪.૦૭.૨૦૦૪ ના દિવસે ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન મા. શ્રી એલ. કે. અડવાણીજીના હસ્તે થયો હતો.
રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના સંયુક્ત સાહસરૂપે રોટરી ડોલ્સ મ્યુઝિયમ સાકાર બન્યું છે. રોટરી ક્લબના અગ્રણી શ્રી દિપકભાઇ અગ્રવાલના મનમાં રાજકોટ ખાતે ડોલ્સ મ્યુઝિયમ હોવું જોઈએ તેવો વિચાર ઇ.સ. ૨૦૦૧ ના વર્ષમાં આવ્યો હતો. સ્વપ્નને સાકાર કરવામાં અડચણો આવે. પરંતુ આયોજકોએ તેનો સફળતાપૂર્વક સામનો કર્યો. દેશની ટોચની સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડે ૨૦૦૪ માં તેની સુવર્ણજયંતીના ભાગરૂપે ઉપરોક્ત બે સંસ્થાઓના સહયોગથી ડોલ્સ મ્યુઝિયમનું નિર્માણ કર્યું.
મ્યુઝીયમનો ઉદ્દેશ ફક્ત મનોરંજન પૂરું પાડવાનો નથી. વિશ્વના વિવિધ દેશોમાંથી ઢીંગલીઓ એકત્રિત કરવામાં આવી છે. તેને આબેહુબ પોશાક, રહેણીકરણી, જીવનશૈલીની રીતે ગોઠવાઈ છે. આથી દર્શકોને ગમ્મતની સાથે જ્ઞાન મળે છે. નવ હજાર ચોરસ ફૂટ જગ્યામાં મ્યુઝિયમ ફેલાયું છે. વિશ્વના ૧૦૨ દેશોની ૧૬૦૦ કરતાં વધારે ઢીંગલીઓ અહીં પ્રદર્શિત થઇ છે. ઢીંગલીઓ એકત્ર કરવા માટે ૧૬૬ દેશોમાં અંદાજે ૭૫ હજાર એ-મેઈલ કરવામાં આવ્યા હતા. ડોલ્સ મ્યુઝિયમ ઢીંગલીઓનો ફક્ત સમૂહ નથી, બલ્કે માહિતીનો ખજાનો છે.
ડોલ્સ મ્યુઝિયમની ઢીંગલીઓના નિર્માણમાં પણ ભારોભાર વૈવિધ્ય રહેલું છે. જુદા જુદા અનેક પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરીને મનમોહક ઢીંગલીઓનું નિર્માણ કરાયું છે. કરન્સી, મકાઈના ડોડાની છાલ, લાકડું, રૂ, ચીનાઈ માટી, લોખંડ, કાચ વગેરે વિવિધ પ્રકારના મટીરીયલમાંથી બનેલી ઢીંગલીઓનું અલાયદું વિશ્વ છે. મ્યુઝિયમમાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મુલાકાતીઓ જાતે જ માહિતી મેળવી શકે તે હેતુથી આઠ ટચ સ્ક્રીન ઇન્ફોર્મેશન કિઓસ્ક ઢીંગલીઘરમાં મુકાયા છે.
કોન્ટેક્ટ ડીટેઈલ્સ
Ph. ૦૨૮૧ ૨૪૬૪૩૫૨
ઈ-મેઈલ : amjktrust@gmail.com
સ્વરાંજલી
←









→
શ્રી અરવિંદભાઈનો જન્મદિવસ, તા. પાંચમી ઓક્ટોબરના દિવસે ટ્રસ્ટ તરફથી ભક્તિસંગીત અથવા દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાય છે. ૧૯૮૪થી આરંભાયેલી ભાવાંજલિની આ શૃંખલામાં અત્યારસુધીમાં નામાંકિત કલાકારો અને સંસ્થાઓ રાજકોટને અંગણે પોતાની કલા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ચૂક્યા છે. કાર્યક્રમોની યાદી ઉપર નજર નાખવાથી ક્લાસમૃદ્ધિનો ખ્યાલ આવશે...
તારીખ કલાકાર
૦૭.૦૯.૧૯૮૪ હર્ષિદાબેન અને જનાર્દન રાવલ ૦૫.૧૦.૧૯૯૩ અનુપ જલોટા ૦૪.૧૦.૧૯૯૪ સૂરસાગર જગમોહન ૦૫.૧૦.૧૯૯૫ આસિત દેસાઈ અને હેમા દેસાઈ (નમોસ્તુતે – એક દિવ્ય અનુભૂતિ) ૦૪.10.૧૯૯૬ હર્ષિદાબેન અને જનાર્દન રાવલ ૦૫.૧૦.૧૯૯૭ મનહર ઉધાસ ૦૪.૧૦.૧૯૯૮ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય (સ્મૃતિના સથવારે) ૦૮.૧૦.૨૦૦૦ ભુપેન્દ્ર – મિતાલી (ગઝલ સંધ્યા) ૦૬.૧૦.૨૦૦૧ અનુરાધા પૌડવાલ ૦૫.૧૦.૨૦૦૨ મનહર ઉધાસ અને સાધના સરગમ ૦૫.૧૦.૨૦૦3 મોહમ્મદ વકીલ અને મૃદુલા દેસાઈ (સ્વરથી ઈશ્વર સુધી) 0૬.૧૦.૨૦૦૪ કોલ્હાપુરની મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા – “સ્વરનિનાદ” ૦૫.૧૦.૨૦૦૫ સોલી અને નિશા કાપડિયા ૦૫.૧૦.૨૦૦૬ હસાયરો ૦૫.૧૦.૨૦૦૯ અનિકેત – શરદ ખાંડેકર (સ્વર આરાધના) ૦૫.૧૦.૨૦૧૦ સચિન લિમયે (સ્વરવંદના) ૦૯.૧૦.૨૦૧૧ પ્રણિતા દેશપાંડે તથા પંકજ ઠક્કર (જીના ઇસીકા નામ હૈ) ૦૫.૧૦.૨૦૧૨ નયન પંચોલી, દિવ્યાંગ અંજારિયા, કલ્યાણી કોઠાળકર, ડો. ફાલ્ગુની (ને તમે યાદ આવ્યા) ૦૧.૧૦.૨૦૧૩ શ્યામલ - સૌમિલ મુનશી, તુષાર શુક્લ (સંબંધોનો સરવાળો) ૦૫.૧૦.૨૦૧૪ પ્રહર વોરા, આનલ વસાવડા, દિવ્યાંગ અંજારિયા, નયન શર્મા (શબ્દોના શિખરેથી ) ૦૩.૧૦.૨૦૧૫ ઓસમાણ મીર અને પૂનમ બારોટ (સંગીતનું સરોવર) ૦૫.૧૦.૨૦૧૬ મોહમ્મદ વકીલ અને કલાવૃંદ (ને તમે યાદ આવ્યા) ૦૫.૧૦.૨૦૧૭ આલાપ દેસાઈ અને ગાર્ગી વોરા (સ્વરથી સ્વજન સુધી) ૦૫.૧૦.૨૦૧૮ કવિતામૂર્તિ દેશપાંડે, શિવપ્રસાદ માલીયા (સંગીતનું સરોવર) ૧૦.૧૦.૨૦૧૯ થીમ બેઝ્ડ કાર્યક્રમ (દોસ્ત, હું ગુજરાતી છું) ૦૫.૧૦.૨૦૨૦ સાંઇરામ દવે, મોના કામત, જયંત પીંગુલકર (સુર તરંગ) ૦૫.૧૦.૨૦૨૧ ભાવીનભાઇ શાસ્ત્રી ( સૂર તરંગ ) ૦૮.૧૦.૨૦૨૨ ઓસમાણ મીર (સુર તરંગ)સ્વરાંજલિ કાર્યક્રમમાં સંમાનીત થયેલ વ્યક્તિઓ :-
-
કાંતિભાઇ વૈધ
-
ગોધુમલ આહુજા
-
વિદ્યાબહેન ગજેન્દ્ર ગડકર
-
ભાસ્કરભાઈ પંડ્યા
-
મુકુંદભાઈ પંડ્યા
-
જયંતભાઈ ગાદોયા
-
મનહરભાઈ મજીઠીયા
-
કાનાભાઈ રાણપરા
-
રમણીકભાઈ વૈધ
-
પ્રવીણભાઈ ભટ્ટ
-
ઉષાકાંત માંકડ
-
રવજીભાઈ મકવાણા
-
લક્ષ્મણભાઈ ચૌહાણ
-
ભગવાનજીભાઈ નથવાણી
-
હરગોવિંદ વ્યાસ
-
મણીભાઈ પીઠડિયા
-
દિનેશભાઈ શાહ
-
મનસુખભાઈ છાપિયા
-
રામભાઈ ઠાકર
-
ભાસ્કરભાઈ થડેશ્વર
-
ડો. બળવંત જાની
-
જયંતભાઈ ધોળકિયા
-
ટપુભાઈ લીંબાસિયા
-
હસુભાઈ દવે
-
જનકભાઈ કોટક
-
પ્રવીણભાઈ ધોળકિયા
-
શ્યામભાઈ કીંગર
-
અપૂર્વ મણીઆર
-
અમુભાઈ દોશી
-
સુર્યકાંતભાઈ આચાર્ય
-
અરવિંદભાઇ ગેડીવાલા
૨૦૧૧ ની સાલમાં :-
-
કાંતિભાઇ વૈધ
-
ચંદ્રકાંતભાઈ પાવાગઢી
-
શશીકાંતભાઈ માંડલિયા
-
વજુભાઈ કામલિયા
-
બચુભાઈ સોલંકી
-
સ્વ. પ્રદીપભાઈ કાપડિયા
૨૦૧૨ ની સાલમાં :-
-
પૂનમચંદભાઈ કોટક
-
હર્ષદભાઈ વૈદ્ય
-
રમણીકભાઈ ધામી
-
વજુભાઈ કામલિયા
-
લાભુભાઈ જોશી
-
સ્વ. પ્રાણભાઈ ટાંક
૨૦૧૩ ની સાલમાં :-
-
કુંવરજીભાઈ જાદવ
-
હેમાબહેન આચાર્ય
-
ડો. ઈસ્માઈલભાઈ થીબા
-
સ્વ. ભુપતભાઈ પંડિત
-
સ્વ. હરીશભાઈ ખંભાયતા
૨૦૧૪ ની સાલમાં :-
-
કેશુભાઈ સોજીત્રા
-
નટુભાઈ ચાવડા
-
વજુભાઈ કોટક
-
હરીશભાઈ નથવાણી
-
સ્વ. પ્રાણજીવનભાઈ દોશી
૨૦૧૫ ની સાલમાં :-
-
ધરમશીભાઈ નાથાણી
-
લક્ષ્મણભાઈ પટોળિયા
-
અજીતભાઈ ચૌહાણ
-
કનુભાઈ કાકડિયા
-
સ્વ. વિનોદભાઈ શેઠ
૨૦૧૬ ની સાલમાં :-
-
શાંતિભાઈ કનેરિયા
-
તુલસીભાઈ વેકરીયા
-
જયંતીભાઈ પટેલ
-
જીવરાજભાઈ મોલિયા
-
દેવશીભાઈ સરધારા
-
સ્વ. પોપટભાઈ માલવિયા
૨૦૧૭ ની સાલમાં :-
-
પ્રવીણભાઈ મારવાણીયા
-
કરમશીભાઈ ખારેચા
-
મોહનભાઈ વડગામા
-
મુરલીભાઈ ધામેચા
-
સ્વ. સુખલાલભાઈ પાઉં
૨૦૧૮ ની સાલમાં :-
-
વિરેન્દ્રભાઈ મણીઆર
-
પ્રવીણભાઈ પારેખ
-
નાગજીભાઈ અંબાલીયા
-
સ્વ. પેરુમલ ચેલારામ
-
સ્વ. હસમુખરાય મહેતા
૨૦૧૯ ની સાલમાં :-
-
ભરતભાઈ પરમાર
-
બકુલભાઈ વૈદ્ય
-
અશ્વિનભાઈ ભીમની
-
નાગજીભાઈ ખરેચા
-
મનસુખભાઈ શ્રીમાંનકર
૨૦૨૦ ની સાલમાં :-
-
એલેક્સ અંકલ
-
શરદભાઈ વોરા
-
કરસનભાઈ વઘાસીયા
-
લીલાબા જાડેજા
-
સ્વ. સેવકરામ પંજવાણી
૨૦૨૨ ની સાલમાં :-
-
રશ્વીનભાઈ ડોડીયા
-
ધનસુખભાઈ વોરા
-
અશોકભાઈ પંડ્યા
-
સિદ્ધરાજસિંહ ઝાલા
-
દિલીપભાઇ દોશી
-
સ્વ. જમનાદાસભાઈ સોમૈયા
સ્નેહ સ્પર્શ
←






















→
મા. ડો. પી. વી. દોશી 'પપ્પાજી' રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રાંત સંઘચાલક હતાં. તેમના જન્મ દિવસ ૨૫ જૂનના રોજ તેમની જન્મજયંતી ઉજવવાનું નક્કી થયું. ડો. પી. વી. દોશીસાહેબ પપ્પાજીના હુલામણા નામથી આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે. 'પપ્પાજી'ને પ્રિય શું હતું તેનો વિચાર મુકવામાં આવ્યો અને પરિણામે એક પ્રોજેક્ટ બન્યો જેને નામ આપ્યું “ સ્નેહ સ્પર્શ”. આજે પણ જેમનો હસ્ત માથા ઉપર ફર્યો છે તેવા પપ્પાજીના સ્નેહ સ્પર્શને તેમની આસપાસના તમામ લોકો યાદ કરે છે. આ એક એવો કાર્યક્રમ છે જેમાં બહેરા, મુંગા, અંધ અને માનસિક દિવ્યાંગ બાળકો તાલબદ્ધ નૃત્ય અને અન્ય કાર્યક્રમો રજુ કરે છે.
આ એક એવો પ્રયોગ છે જે ગુજરાતમાં ક્યાંય નથી થતો. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં ૧૭૫ થી ૨૦૦ બાળકોને રજુ કરવાનું શ્રેય શરદભાઈ વોરાને જાય છે. બહેરા મુંગા શાળા, અંધ વિદ્યાલય, સ્નેહ નિર્ઝર, નવશક્તિ વિદ્યાલય એવી અનેક શાળાઓ ભાગ લે છે. દરેક બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવે છે. આંખમાં સંવેદનાના પૂર ધસી આવે તેવો આ કાર્યક્રમ કોઈ પણ મનોરંજન કાર્યક્રમને ઝાંખો પાડી દે તેવો હોય છે. ડો. પી. વી. દોશીસાહેબ 'પપ્પાજી' અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક ચેરમેન હતા તેમની યાદમાં આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું બહેરા મૂંગા બાળકો દ્વારા રજુ થયેલ વંદેમાતરમ્ નૃત્ય ગીત રાષ્ટ્રીય ઇનામ લઇ આવ્યું.
ટ્રસ્ટ દશાબ્દી કાર્યક્રમ
←



→
ઇ.સ. ૧૯૯૩ માં અરવિંદભાઈની ૬૦ મી જન્મજ્યંતી અને અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના દશાબ્દી વર્ષની ઉજવણી સેવાકીય કાર્યક્રમો થકી, દસ દિવસ સુધી કરવામાં આવી હતી. રાજકોટની સંસ્થાઓ, કંપનીઓ અને વ્યક્તિઓ થકી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના શ્લોકો દ્વારા ભાવાંજલીઓ આપવામાં આવેલી, તે નોંધવા યોગ્ય ગણાશે :
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 2/47)
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 2/50)
श्रीभगवानुवाच
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।।
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 3/35)
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 18/62)
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।(શ્રીમદ્ ભગવદ્ ગીતા. 18/66)
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ।।(શ્રીમદ્ ભગવદ્ ગીતા. 4/37)
आयुःसत्त्वबलारोग्य - सुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या - आहाराः सात्त्विकप्रियाः ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 17/8)
श्रीभगवानुवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ।। (શ્રીમદ્ ભગવદ્ ગીતા. 16/1)
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ।।(શ્રીમદ્ ભગવદ્ ગીતા. 16/2)
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ।।(શ્રીમદ્ ભગવદ્ ગીતા. 16/3)
નરસિંહ સે ગાંધી તક
←









→
'નરસિંહ સે ગાંધી તક' એક એવી સંગીત યાત્રા જેમાં ગુજરાત ની વિવધ જગ્યાએ તા. 02 - 10 - 2021 થી લઈને તા. 06 - 10 - 2021 સુધી એક સ્નેહ સંગીત યાત્રા રાખવામાં આવી. જેમાં પ્રથમ દિવસે ગાંધી આશ્રમ, અમદાવાદ પછી ભાવનગર, અમરેલી, જુનાગઢ અને આખરે હેમુ ગઢવી હોલ, રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર કાશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર એહમદ ગનીના અવાજમાં વિશેષ પ્રસ્તુતિ રાખેલ. આ કાર્યક્રમના મુખ્ય સંયોજક વિશ્વગ્રામ, ઉત્કર્ષ હેહ્કારે ફાઉન્ડેશન ઇન્ડિયા, નવજીવન ટ્રસ્ટ, યજ્ઞ પ્રકાશન અને રાજકોટમાં સાથી સંસ્થા અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ. કાર્યક્રમમાં નરસિંહ અને ગાંધી ના ભજન “વૈશ્નવજન....” ની પહેલી વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુતિ. તે સિવાય કાશ્મીરી અને બોડો ભાષામાં ગાંધીજીની આત્મકથાનું વિમોચન અને “મોહબ્બત કા પૈગામ" ( વિનોબાજીએ કાશ્મીરની ૮૦ દિવસની પદયાત્રા દરમ્યાન લોકો સાથે કરેલ સંવાદ ) પુખ્તના ગુજરાતી અનુવાદ "મોહબ્બત કા પૈગામ” નું વિમોચન. આ કાર્યક્રમ ના મુખ્ય સંયોજક વિશ્વગ્રામ, ઉત્કર્ષ હેલ્થ્કારે ફાઉન્ડેશન ઇન્ડિયા, નવજીવન ટ્રસ્ટ, યજ્ઞ પ્રકાશન અને રાજકોટમાં સાથી સંસ્થા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ. કાર્યક્રમમાં નરસિંહ અને ગાંધી ના ભજન “વૈશ્નવજન....” ની પહેલી વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુતિ. તે સિવાય કાશ્મીરી અને બોડો ભાષામાં ગાંધીજી ની આત્મકથાનું વિમોચન અને “ मोहब्बत का पैगाम “ ( વિનોબાજીએ કશ્મીરની ૮૦ દિવસની પદયાત્રા દરમ્યાન લોકો સાથે કરેલ સંવાદ ) પુસ્ક્તના ગુજરાતી અનુવાદ “ મોહબ્બત કા પૈગામ” નું વિમોચન.