< રમત ગમત :
ચેસ સ્પર્ધા
ટ્રસ્ટ અને રાજકોટ ગેસફોર્ડ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે સમયાંતરે ચેસ સ્પર્ધા યોજાય છે. ચેસ માનસિક કુશળતા ખીલવતી રમત છે. મોટી સંખ્યામાં ખેલાડીઓ સામેલ થઇ સ્પર્ધાને જીવંત બનાવે છે.
←
→
કબડ્ડી સ્પર્ધા
←
→
તા. ૧૯ અને ૨૦.૦૯.૧૯૮૭ ના બે દિવસો દરમિયાન રાજકોટના રાજકુમાર કોલેજના મેદાનમાં ઓપન સૌરાષ્ટ્ર કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું હતું. સ્પર્ધાનો આરંભ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ શ્રી કે.એન.શાહ સાહેબે કરાવ્યો હતો. ઇનામ વિતરણ મેયર શ્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ કન્વીનર તરીકે શ્રી હરીશભાઈ શાહ હતા.
આર. એસ.એસ. ના સ્થાપક ડો. હેડગેવારની જન્મ શતાબ્દી નિમિત્તે ટ્રસ્ટના ઉપક્રમે ભારતીય રમતોને પ્રોત્સાહન મળે તે હેતુથી ઓપન સૌરાષ્ટ્ર કબડ્ડી સ્પર્ધાનું તા. ૧૮ અને ૧૯.૦૨.૧૯૮૯ ના બે દિવસો દરમિયાન આયોજન થયું હતું. સ્પર્ધાનો આરંભ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંચાલક પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ કરાવ્યો હતો. ઇનામવિતરણ પ્રસંગે શ્રી વજુભાઈ વાળા, મેયર શ્રી વિનોદભાઈ શેઠ, શ્રી વસંતભાઈ ખોખાણી અને મા. શ્રી પી. કે. દત્તા ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રિ પ્રકાશ વોલીબોલ
અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ પ્રેરિત તથા પંચનાથ યુવક મંડળ સંચાલિત ઓપન ગુજરાત ઇન્વીટેશન રાત્રિપ્રકાશ વોલીબોલ સ્પર્ધા તા. ૫, ૬ અને ૭.૦૫.૧૯૯૫ ના ત્રણ દિવસો દરમિયાન સદર વિસ્તારમાં આવેલ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં સાંજે ૬ થી રાતના ૧૨ સુધી આ સ્પર્ધા યોજાઈ હતી. શ્રી અરવિંદભાઈ વોલીબોલના સારા ખેલાડી હતા. ૧૯૭૬-૭૭માં ‘મીસા’ હેઠળ જેલવાસમાં હતા ત્યારે જેલમાં પણ તેઓ વોલીબોલ રમતા હતા.
૧૯૯૬ ના ૧૫/૧૬/૧૭ નવેમ્બરના ત્રણ દિવસો દરમિયાન રાત્રિપ્રકાશ વોલીબોલ સ્પર્ધાનું આયોજન પણ તાલુકાશાળાના ગ્રાઉન્ડમાં થયું હતું. બંને વર્ષોએ નોંધપાત્ર સંખ્યામાં ટીમો સ્પર્ધામાં સામેલ થઇ હતી.
ઓપન ગુજરાત મેરેથોન દોડ
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડલ (રાજપીપળા) ના ઉપક્રમે રાજકોટમાં તા.૦૧.૦૨.૧૯૯૭ ના ઓપન ગુજરાત મેરેથોન દોડ અને ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' અને 'ફિલ્ડમાર્શલ ફાઉન્ડેશન ટ્રસ્ટ'નો તેમાં સહયોગ મળ્યો હતો. ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં આ સ્પર્ધા યોજાઈ હતી.
તરણ સ્પર્ધા
'રાજકોટ મહાનગરપાલિકા' અને 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના સંયુક્ત ઉપક્રમે તા.૧૫.૦૫.૨૦૧૧ ના રોજ રેસકોર્સ સ્નાનાગારમાં તરણસ્પર્ધાનું આયોજન થયું હતું. ઉનાળુ વેકેશનના સમયમાં બાળકો અને કિશોરોમાં તરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી પાંચથી દસ અને અગિયારથી સોળ એમ બે વયજૂથમાં આ તરણ સ્પર્ધા યોજાઈ હતી.
અંડર-૧૨ અને અંડર-૧૬ વયજૂથ માટેની આ સ્પર્ધામાં બોયઝ અને ગર્લ્સના અલગ-અલગ વિભાગો હતા. ૧૧૦ ટીનેજરોએ ત્રણ સ્પર્ધામાં કૌવત બતાવ્યું હતું. તમામ ઇવેન્ટમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બોયઝ-ગર્લ્સને 'રાજકોટ મહાનગરપાલિકા' તથા 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' દ્વારા શિલ્ડ અને સર્ટીફીકેટ અપાયા હતા. સ્પર્ધાનું દીપપ્રાગટ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નીતિનભાઈ ભારદ્વાજે કર્યું હતું. અધ્યક્ષ સ્થાને મેયર શ્રી જનકભાઈ કોટક હતા. કાર્યક્રમમાં અગ્રણીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.